મુખ્ય પૃષ્ઠ - વિડિઓ - છાયા નીચે વિડિઓ સંદેશ

 
છાયા નીચે વિડિઓ સંદેશ
છાયા નીચે વિડિઓ સંદેશ
શિક્ષકો: જૉન બીવિઅર

સર્વશક્તિમાનની છાયામાં, સ્વતંત્રતા, વ્યવસ્થા અને રક્ષણ છે. કમનસીબે, ઘણા બધા જાણતા નથી કે આ ગુપ્ત જગ્યા કેવી રીતે શોધી કાઢવી. તેના બદલે તેઓ તેમને એવું માનવા લલચાવવામાં આવે છે કે દૈવી અધિકારની બહાર સાચી અને ટકનારી સ્વતંત્રતા મળી શકે છે.

“છાયા નીચે” પુસ્તકમાં જૉન બીવિઅર શત્રુની ચાલાક કુયુક્તિઓને ખુલ્લા કરે છે, જે કુયુક્તિઓની મારફતે આપણને દૈવી અધિકારને ઓળખવામાં અને યોગ્ય રીતે સમજવામાં નિષ્ફળ કરે છે. વ્યવહરિક ઉદાહરણો અને બાઇબલના મજબૂત પાયા સાથે આ સંદેશો આપણને યાદ અપાવે છે કે દેવનું રાજ્ય એટલેઃ એક રાજ્ય, જેનું એક રાજા શાસન ચલાવતો હોય અને જ્યાં વ્યવસ્થા અને અધિકાર હોય.

જેમ તમે દેવના વચનના સત્યને વળગી રહેશો, તેમ તમે શીખશો કે ન્યાયી અને અન્યાયી વ્યવહારને કેવી રીતે પ્રતિભાવ આપવો. તમે જાણશો કે સાચી બાઇબલની આધીનતા અને આજ્ઞાંકિતતા વચ્ચે શું ફરક છે અને તમે દેવના અધિકારના હેતુની સમજણમાં વૃદ્ધિ પામશો. આ સંદેશ તમને દેવના ભરપૂરીપણામાં અને ચારિત્ર્યમાં ચાલવાનું સ્થાન આપશે.

વહેંચો