મુખ્ય પૃષ્ઠ - પુસ્તકો - લગ્નની વાર્તા પુસ્તક

લગ્નની વાર્તા પુસ્તક
શિક્ષકો: જૉન બીવિઅર

ઘણા સમય પહેલાંની વાત છે…  લગ્ન સદાકાળ માટે હતું. તે એક એવો કરાર હતો જે એક પુરૂષ અને એક સ્ત્રીને એકબીજા સાથે ગૂંથી લેતો હતો. આ ગૂંથણી તેઓ બન્નેને, જે બનવા માટે તેઓનું સર્જન કરવામાં આવ્યું હતું, તેના વધારે શક્તિશાળી, વધુ સારા અને વધારે જીવંત અભિવ્યક્તિઓ બનાવતી હતી. તેઓ બન્ને એકબીજા વગર રહી શક્યા હોત તે કરતાં એક સાથે વધારે સારી સ્થિતિમાં હતા. લગ્નની વિધિ તો માત્ર શરૂઆત જ હતી. તે તો તેઓના સદાકાળના સુખને બાંધવાનું પ્રવેશદ્વાર હતું. તેઓની દરેક પસંદગી અને કાર્ય તેઓનું ઐક્ય જે જીવનનું પ્રતિનિધિત્વ હતું તે બાંધવા માટે રચવામાં આવી હતી. પતિ અને પત્ની એ મહાન ગૂઢ જીવનમાં તેઓનાં હૃદયો, હાથો અને અવાજોનો પરસ્પર સુમેળ સાધીને તેઓમા સર્જનહારનો પ્રેમ પ્રગટ કરવા ચાલતા હતા.
 
આપણે આ અગાધ પ્રેમકથા સાથે કેવી રીતે સંપર્ક તોડી નાખ્યો? લગ્નની વાર્તામાં, જ્હોન અને લીઝા બીવર તમને ઈશ્વરની મૂળ યોજનાનું પુનઃશોધન કરવા આમંત્રણ આપે છે. તમે પરિણિત, અપરિણિત અથવા વિવાહિત હો, તમારી વાર્તા ઈશ્વરની વાર્તાનો એક ભાગ છે.

ડાઉનલોડ (~1.11 MB)

Share