મુખ્ય પૃષ્ઠ - ઓડિઓ - પવિત્ર આત્માઃ એક પરિચય ઓડિઓ પુસ્તક

 
પવિત્ર આત્માઃ એક પરિચય ઓડિઓ પુસ્તક
શિક્ષકો: જૉન બીવિઅર

ત્રણ વર્ષ સુધી શિષ્યો ઈસુની સાથે રહ્યા, તેમની સાથે ચાલ્યા અને તેણે કહેલી દરેક વાત સાંભળી. તેમ છતાં ઈસુએ વધસ્તંભે જડાતાં અગાઉના ટૂંક સમય પહેલાં પોતાના પ્રિય મિત્રોને કહ્યું કે તેણે તેમને છોડીને જવુ જરૂરી છે કે જેથી કરીને પવિત્ર આત્મા આવી શકે – અને તે તેઓના માટે લાભકારક હશે. હવે જો આ બાબત શિષ્યો માટે સાચી હતી, તે જેમણે દરેક દિવસ ઈસુની સાથે વીતાવ્યો હતો, તો આજે આપણા જીવનમા પવિત્ર આત્માનો સક્રિય રીતે સમાવેશ થાય તે કેટલું જરૂરનું છે?

આ સંદેશામાં, જૉન બીવિઅર તમારો પરિચય પવિત્ર આત્મા સાથે કરાવે છે. તમે તેના વ્યક્તિત્વ વિષે, તેના સામર્થ્ય વિષે અને તમે તેને વધુ સારી રીતે કેવી રીતે ઓળખી શકો તે વિષે શીખશો. ઈશ્વર સાથેની તમારી મુસાફરીમાં તમે જ્યાં કંઈ પણ હો, “પવિત્ર આત્માઃ એક પરિચય” પુસ્તક, તમને એક કે જે સદાકાળ માટે છે અને જે તમને ખૂબ જ પ્રેમ કરે છે તેની વધુ નીકટતામાં વૃદ્ધિ તરફ લઈ જશે.

વહેંચો