ચાલુ ભાષા: gu ગુજરાતી

ભાષા
Selected Language:

મુખ્ય પૃષ્ઠ - આના વિષે

લાઉડ લાયબ્રેરી વિષે

મેસેન્જર ઈન્ટરનેશનલનું સમર્પિત વિશ્વવ્યાપી લક્ષ છે કે આ સાધન સામગ્રીને પાળકો અને આગેવાનોને કોઈ પણ જગ્યાએ અને કોઈપણ આર્થિક સ્થિતિમાં ઉપલબ્ધ કરવામાં આવે. આ હેતુસર ક્લાઉડ લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે એક અંતરરાષ્ટ્રીય વિતરણ વ્યવસ્થાનો હેતુ નિભાવે છે જે દ્વારા ભાષાંતર કરેલી સાધન સામગ્રી વિનામૂલ્યે જોઈ શકાય અને ડાઉનલોડ કરી શકાય.

અમારુ લક્ષ્ય છે કે આ સાધન સામગ્રીને દરેક મુખ્ય ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવે, જેથી પૃથ્વીની સંભવતઃ ૯૮% થી વધુ વસ્તીને પહોંચી શકાય. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ક્લાઉડ લાયબ્રેરી એક સ્રોત છે. તમે પૂછો, શા માટે? કારણ કે વાસ્તવિક સાધન સામગ્રી શારીરિક સાધન સામગ્રી કરતાં જલદી વધે અને જલદી પહોંચે. અમને આશા છે કે કલાઉડ લાયબ્રેરીનો તમારો અનુભવ સારો રહેશે.

સ્થાપકો દ્વારા

ઈસુએ આદેશ આપ્યો કે આપણે ફક્ત સુવાર્તા પ્રચાર ના કરીએ પણ શિષ્ય પણ બનાવીએ. આ સંદેશાઓ તમને ઈસુના શિષ્ય બનવામાં મદદ કરશે. અમે તમને તાલિમ આપીએ છીએ કારણ કે અમે તમારામાં અને તમારી શક્તિઓમાં વિશ્વાસ રાખીએ છીએ, જેથી ઈશ્વરની કૃપાથી તમે તમારી પહોંચવાળી દુનિયાને બદલી શકો. ઈશ્વરે તમારામાં મહાનતા મૂકી છે અને તે આતુરતાથી ચાહે છે કે તમે તેને નિકટતાથી જાણો. આ સાધન સામગ્રી તમને ઈશ્વરની સાથેના એક નિકટના અને વ્યક્તિગત સંબંધમાં રહેવા મદદ કરશે. જેમ તમે ખ્રિસ્તની સાથેના સંબંધમાં વૃદ્ધિ પામશો તેમ તમે તેના વચનના સામર્થ્ય દ્વારા બદલાણ પાશો.

ઈશ્વરે તમને એક હેતુ માટે બનાવ્યા છે જે તમારાં કૃપાદાનો અને તમારા પ્રભાવ માટે અજોડ છે. ઈશ્વરે તમારા માટે જે સર્વ બાબતો રાખી છે તેની ભરપૂરી શોધવા અમે તમને પ્રોત્સાહન આપીએ છીએ. અમારી પ્રાર્થના છે કે આ સાધન સામગ્રી નવી શોધ માટેની તમારી મુસાફરી માટે તમને સજ્જ કરશે.

તમારી ઉપર અને તમારાઓ પર આશિષ આવો

જૉન અને લીઝા બીવિઅર

દર્શનમાં સહકાર આપો

આ જીવન બદલનાર સાધન સામગ્રીનું વિતરણ આખા જગતમાં થાય, એવો બોજ શું તમે ધરાવો છો? જો તમે ક્લાઉડ લાયબ્રેરીના હેતુને સહકાર આપવા રસ ધરાવો છો તો મહેરબાની કરીને ઈમેલ કરોઃ getinvolved@cloudlibrary.org. તમારા સહકાર અને પ્રાર્થના માટે અમે અગાઉથી તમારો આભાર માનીએ છીએ.