હિંમત અને ધગશથી ભરપૂર, જૉન બીવિઅર “અસાઘારણ,” “શેતાનનાં પ્રલોભનો,” “પ્રભુનુ ભય,” “છાયા નીચે,” “અંનતકાળથી દોરાયલા” જેવાં ધૂમ ખપતાં પુસ્તકોના લેખક છે. તેમનાં પુસ્તકોનું 100 થી વધુ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવેલું છે અને તેમનો સાપ્તાહિક ટી.વી. પ્રોગ્રામ “ધ મેસેન્જર” સર્વ વિશ્વમાં પ્રસારિત થાય છે. જૉન કોનફરન્સમાં અને મંડળીઓમાં એક પ્રખ્યાત વક્તા છે અને તેમની સેવા-સંસ્થા જીવન બદલી નાખનાર સાધન સામગ્રી, જેઓ ઈશ્વરના સિદ્ધાંતો સમજવા અને અમલમાં મૂકવા માગે છે તેમને પૂરી પાડે છે. જૉન કોલોરાડો સ્પ્રીંગ્સ0માં તેમની પત્ની લીઝા, કે જેઓ પણ ધૂમ ખપતાં પુસ્તકોના લેખક અને વક્તા છે, તેમના ચાર દીકરા, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રીઓ સાથે વસવાટ કરે છે.
આંતરરાષ્ટ્રીય વક્તા, ધૂમ ખપતાં પુસ્તકોના લેખક અને ૨૦૦ દેશોમાં પ્રસારિત થતા મેસેન્જર ટેલીવીઝન કાર્યક્રમના સહસંચાલક એવાં લીઝા બીવિઅરનુ વર્ણન રમુજી, સામર્થ્યવાન, વગેરે શબ્દોથી થઈ શકે છે. તેણીની પારદર્શી પદ્ધતિથી લીઝા દેવનાં વચનોને વ્યક્તિગત અનુભવોમાં વણીને રજુ કરે છે જેથી જીવનોને સ્વત્રંતા અને બદલાણની તાકાત પ્રાપ્ત થાય છે. ન્યાયના સમર્થ હિમાયતી તરીકે તેઓ નજીક અને દૂરના પ્રશ્નો સબંધી લોકજુવાળ ઊભા કરે છે. તેમને તેમના જીવનના પ્રેમી અને પતિ જૉન બીવિઅર, અને તેમના ચાર દીકરા, પ્રતિભાવંત પુત્રવધૂ અને પ્રિય પૌત્ર-પૌત્રીઓ સાથે સમય ગાળવાનું ગમે છે.